વિઠૃલવાણી
ટુંક સારમાં થોડું બારોટ વિષે જાણો
ઈશ્વરના પ્રાગટ્ય અને દેવોની સ્તુતિ અને ગુણગાન ગાવા માટે દેવ તથા મનુષ્યનું વંશ ગોત્ર રાખવા, એના ગુણગાન ગાવા માટે બ્રહ્માએ લલાટમાંથી ભાટને ઉત્પન્ન કર્યા અને માતા સરસ્વતીને આજ્ઞા કરી કે તમે એના મુખે વસો તો :
પ્રથમ આદીતી ભાટ - ભાટુક બ્રહ્મા એની પાયા
તન્કીયા હે ભાટ - ભાટુક સરસ્વતી ને ભણાયા
વી સ્નવે દિધી જનોય - જનોય દીયો જબ જાલીકા
ગુન પતીદીયો - કાલીકા દીપો કમલ કટારી
બ્રહ્માએ દીયો ભ્રમ ફાસ - શીવ નમાલા ધારી
સામ હમારો વેદ - માઘની સાખા હમારી
કહે ભાટ બંદીજન - નામ હમારો તિસ દિનકા
બ્રહ્માએ ચાર મુખેથી ચાર વેદ ઉત્પન્ન કર્યા. પહેલો અજુરવેદ, બીજો ઋગ્વેદ, ત્રીજો અથર્વવેદ અને ચોથો સામવેદ. સામવેદ એ ઈશ્વરને રિજવવા માટે અને ગુણગાન ગાવા માટે, સર્વ સંગીતક્ળા સામવેદમાંથી ઉતરી છે.
તો બારોટના ઉપનામ બંદીજન=ભાટ=એમ નવ કટારીના ભાટ કહેવાય છે. એમાં સર્વ પ્રથમ વહીવંચા ભાટ કહેવાય છે. દેવકળિ, નાગકુળ અને મનુષ્ય કુળ અને ઈશ્વરની સોળ ક્ળાના સંપૂર્ણ ઈતિહાસ બારોટ પાસે હોય છે. આટલા માટે મોટો સમાજ એમને બારોટ દેવ કહીને બોલાવે છે કે અમારા બારોટ દેવ આવા છે.
પેલા ગૌરવશાળી સમાજના બારોટ ગામમાં આવે એટલે એક બે માસ રોકાતા અને દરેક કુટુંબ ધીરે ધીરે પોતપોતાની શકિત પ્રમાણ ધામ ઘુરે ઘરે ઘરે બારોટની પધરામણી કરતા હતાં. અને પોતાનો પરીયો અને પોતાની વંશ વાળી શ્રધ્ધા ઉમંગથી સાંભળતા અને યથાશકિત પ્રમાણે દાન પુણ્ય કરતા તેદી બારોટની સાયબી રાજા સમાન હતી અને રાજાઓ પણ બારોટને સન્માનીત કરતા હતા. આજે સમયનું પરિવર્તન થયું છે તો તેમાં અમને દુ:ખ નથી પણ એ બધું શક્ય નથી. પણ સંસ્કારોની ઉણપ છે. તો આજે તમારા ચોપડા માથે બે હાથ જોડી પુષ્પ ચડાવો તોય ઘણું કહેવાય કારણ કે એમાં તમારા પિતૃ અને ઈષ્ટદેવ બેઠાં છે. તો શ્રધ્ધા વિના બધું નકામુ છે. શ્રધ્ધા થકી આ જગતનો વેપાર ચાલે છે. તો શ્રધ્ધાથી દેવ તથા પિતૃ રિજે છે અને પિતાની ઓળખ માતા જ આપે છે અને એમાં પૂર્ણ શ્રધ્ધા હોય છે.
આ પત્રમાં મારા પ્રશ્નો વિષે કટાક્ષ અને મર્મ વિષે કાંઈ શંકા અથવા સંશય થાય તો પત્રમાં વિસ્તાર પુર્વક રજુ કરીશ પણ સત્ય થોડું કડવું છે. એ કડવાસમાં મીઠાસ પણ છે. લખવું છે તો ઘણું બધું પણ ટાઈમ ટૂંકો છે અને પત્ર પણ ટૂંકો છે એમ આવરદા પણ ટૂંકી છે. અત્યારે તો છું પણ કાલનું તો ઈશ્વર જાણે. સમસ્ત યજમાનને મારી નમ્ર અપીલ છે ને સૂક્ષ્મ શીખ છે અને તમે ધન્યાવાદ ન આપો તો કંઈ નહીં પણ પત્ર જરૂર લખશો જેથી મારી કોઈ ભૂલ હોય તો સુઘુ કારણ કે તમે મારા યજમાન છો.
રાજા ભગીરથે પુત્રીના મોક્ષ કાજે તપસ્યા કરીને ગંગાજી સ્વર્ગમાંથી ઉતારીને મૃત્યુ લોક્માં લાવ્યાતા કારણ કે જગતમાં ચાર ગત શાસ્ત્રમના કિધી છે.
પે’લી ગત ગંગાજીએ એવું જાવું, બીજી ગત નાત ગત, ત્રીજી ગત પરીયાગત અને ચોથી અભિયાગત. આ સર્વ માટે તમે શ્રીમદૂ ભાગવત પુરાણ ધામે સાત દિવસ, કિર્તન ભજન આનંદ પૂર્વક સરળતાથી કરો છો તો તમારા ખાલી અહમ અને આનંદ માટે કે પછી તમારા પુત્રના મોક્ષ માટે તો ભાગવતમાં સમસ્ત વિશ્વનો ઈતિહાસ છે તો એથી ઉતરતો, એથી ઉત્તમનો તમારો પરીયો છે કારણ કે આમાં તમારો જ ઈતિહાસ છે.
તો આજે તમને ઈશ્વરે સર્વશ્વેષ્ઠ સ્થાન ઉપર છો એ બધું કોને આભારી છે તે તમે જાણતા નથી.એ બધુ તમારા પુર્વજોના કર્મનું ફ્ળ છે. જેમની કીર્તિ જગતમાં ગવાય છે. કારણ કે તેઓએ ધર્મનું કર્યુ છે અને જેઓએ દાનપુણ્ય અને સંસ્કારનું સિંચન કર્યુ છે અને સમાજના દુ:ખ અને દર્દ માટે ખજાના ખર્ચી દીધા છે. અને જેમની કીર્તી આજે ઈતિહાસ ગાય છે. અને જેમના નામથી વંશ અને શાખા પડી છે.
આ સઘળા ઈતિહાસનો તમે શક્ષિત બુદ્વિજીવી સત્કર્મી વંશજો તમે એનો નાસ કરવા બેઠા છો કારણ કે સત્ય હંમેશા કડવું હોય છે. કારણ કે અત્યારે ઈતિહાસ પ્રત્યેનો તમારો ભાવને પ્રેમ જોતા મને દુ:ખ થાય છે, કારણ કે હું કોણ છું અને મારા વડવા કોણ હતા અને હું કોના વંશનો છું અને મારું કર્મ શું છે અને જેને વંશ અભિમાન અને કુળ ગૌરવ ન હોય તો જગતના સર્વ સુખ સંપતિ તુચ્છ સમાન છે. ચંદ્રમા વગરની રાત્રિ અને જયોતિ વગરનો દીવો, કસ્તુરી વગરનો મૃગ, આભૂષણ વગરનું કંચન, પાંદડા વિનાનું ઝાડ અને ફ્ળ વિનાનો આંબો, સુગંધ વિનાનું પુષ્પ.
તો તમે કદીયે વિચારી આવો કે મારું ગોત્ર, મારા દેવ, મારા નીવેદ, મારા સતી સુરાપુરા સુરધન મારા વંશની અણમોલ અને અપ્રાપ્ય વિગતો આજે તો મારી પાસે અને હું આજે એનું જતન કરું છું એ તો મારો ધર્મ છે એ કોઈ નવાઈ નથી પણ મારા ગયા પછી શું થાસે એ તો પ્રભુ જાણે પણ તમારા વંશજો સતકર્મી અને સુપાત્ર જયારે અણમોલ યાદી અને પોતાનો ઈતિહાસ ગોતવા નિકળશે ત્યારે પોતાના પુર્વજોને શું કહેશે અને તમારા માટે કેવા શબ્દો બોલાશે એનો તમે કદી વિચાર કરો છો. કારણ કે બધા અજ્ઞાનીને અંધશ્રધ્ધાવાળા નથી હોતા તો આજે મારી પાસે ઘણાં કેટલું ભટકીને અને તેઓ કેટલા લાગણી સભર હોય છે. તે જાણીને મને ખુબ આનંદ થાય પ્રશ્ન એ છે કે મારી પાસે જે કાંઈ મળે છે. તે તમારા પુર્વજોની દાતારી ખુમારી અને પોતાના ધર્મ બજાવે છે.
ત્યારે તમને આજે વંશ દર્શન થાય છે અને અનેક એવી અમુલ્ય યાદી જોવા મળે છે તો તેઓ અબુધ હતા કે પછી અંધશ્રધ્ધાળું હતા કે પછી તમારા જેટલું એને જ્ઞાન નો’તુ કારણ કે આજે તમારે બારોટ જોતા નથી અને તમારે ક્શું જાણવું નથી કે તમારા પૂર્વજો કોણ હતા તે કેવા હતા ને કેવું કર્મ કરતા અને એના કેવા સંસ્કાર હતા તેઓના કેવા વિચાર હતા, તેઓએ ફળ શોભાવવા કેવા સમર્પણ કર્યા છે. તે તમે શું જાણો અને તમારા પૂર્વજોએ અમારી માથે જે વારસાગત ભાર મૂકયો છે, તેનું શું ? તો એ ભારને વહેતી નદીમાં કે દરિયામાં પધરાઉ કે પછી હવન કરીને મોક્ષ અપાવું કે પછી કોઈને દાન કરી દવ અને ભાર હળવો કરું. કારણ તમારો ઈતિહાસ મારે માટે ખુબ જ ભાર રૂપ છે. એનું કારણ એ કે તેની મારે કેટલી મર્યાદા રાખવી પડે છે. અને કેટલાક સમયથી રહેવું પડે છે તેનો તમને ખ્યાલ કદી નહી આવ્યો હોય, કારણ કે આ ઈતિહાસ ભારતની સર્વશ્રેષ્ઠ જ્ઞાતિનો છે કોઈ મને પૂછે કે તમે કોના બારોટ છો ત્યારે મારે એનો ખુબ જ મલાજો રાખવો પડે છે કારણ કે ભારતનું પેલા પુર્ણ રાજકારણ અને સર્વસત્તા રાજપૂતના હાથમાં રહેતી હતી તો આમ મહાનદેવી ઉપાસક્ના પૂર્વજો છે જેને રાષ્ટ્ર માટે અને પૃથ્વીરાજ ચૌહાણે સમાજ માટે અને પ્રભુ ભકિત માટે અને સર્વ માણસને સમર્પણ કર્યુ છે તો આવા મહાન ઈતિહાસનો અને શિક્ષિત સમાજની મર્યાદા રાખવી પડે છે. મારે ટાઈમ કાઢીને પત્ર વ્યવહાર યોગ્ય અને યોગ્ય જવાબ આશ્વાસન દેવું પડે છે. તો મારે કહેવાનું એટલું છે કે મારે તમારી પાસે લાખ બે લાખ નથી જોતા અને અમે તો તમારા દંસોદરી કહેવાય તો અમે તમારી મોજ લેવા આવીને ઈશ્વરને મૂકીને તમારા વંશના ગુણગાન ગાઈએ કારણ કે અમારો ધર્મ છે તો આજની પ્રજામાં અતિથિ ધર્મના સંસ્કાર નથી કે પછી તમે એને કુળ અભિમાન આપી શક્યા નથી. કારણ કે આજના જમાનામા મોઢું ચોખ્ખું કરવા જાય તો પાંચસો હજાર આપીને ઘેર આવે છે. તો અમે તો તમારો પરીયો ચોખોને ઉજરો રાખીએ છીએ તેનું તમને અભિમાન હોવું જોઈએ અને અમે તો મતરા પરીયોતો દેવકુળ, નાગકુળ અને મનુષ્યકુળ સર્વેને પ્રિય હોય તો તમારા માટે કેમ અપ્રિય છે, શું તમારી શ્રીમંતાયે બધુ ભુલાવી દીધું છે કે પછી આજની અસુરી સંપતિએ અજ્ઞાન રેડી દીધું છે. કારણ કે સત્ય પ્રકાશ બારોટ જ પાડે. મહારાજા પૃથ્વીરાજ ચૌહાણને પણ ચુડલાનો ઘા કરનાર બારોટ ચંદ હતા સાચું કહેવું એ અમારો ધર્મ છે એટલા માટે જગતના ચારે વર્ણ અમને નમસ્કાર કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને જગતમાં સર્વશ્રેષ્ઠ સન્યાસ જે બુંદ સન્યાસ છે તેમનો પણ ઈતિહાસ બારોટ પાસે છે અને એ પણ એનું જતન કરે છે, તો પછી તમે કોણ આ વાંચીને મનને કાંઈ દુ:ખ થાય તો માફ કરશો. બીજુ આપી ન શકી તો મને ક્ષમા આપશો. એવી સમાજ પાસે આશા અને સમાજ પાસે આશા અને મારી ભૂલ સુધારવા મને બોલાવશો ને પત્ર વ્યવહાર કરશો એવી મારી આપ અપેક્ષા.
વિલિવાણી
1. ઈશ્વરના પ્રાગ્ટ્ય અને દેવોની સ્તુતિ માટે પૃથ્વીના દરેક મનુષ્યનું વંશ ગોત્ર અને દેવત્યનું વંશ પરંપરા રાખવા માટે બ્રહ્માએ લલાટમાંથી બંદીજનને ઉત્પન્ન કરી અને માં સરસ્વતીને હુકમ કર્યો કે તમે એના મુખે વસો અને રામાયણમાં પ્રથમ વંદના તુલસીદાસે બંદીજનોને કરી છે. અને જગતના સર્વશ્રેષ્ઠ જ્ઞાતિ દસ નામ ગોસ્વામી જે જગતને સંન્યાસ અને ધર્મ તરફ વાળે છે તે પણ બારોટને વંદનીય છે અને તે પણ બારોટને પ્રણામ કરે છે.
2. જગતમાં ચાર વર્ણ કીધા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ ચાર વર્ણમાં પ્રથમ સ્થાન બ્રાહ્મણોનું આવે. બ્રહ્નમને ભણાવે તે અને સદા વેદોનું પઠન કરે અને મનુષ્યને કર્મકાંડ કરાવે, કુધર્મમાંથી સતકર્મ તરફ વાળે તે બ્રાહ્મણ તેવો પણ બારોટને વંદન કરે છે કારણ કે તેમનો વંશ ગૌત્ર અને પૂર્ણ ઈતિહાસ પાસે છે.
3. વિશ્વની કોય જ્ઞાતિ એવી નથી કે જેનો ઈતિહાસ ન હોય, દેવ માનવ દાનવ અને નાગ એ સર્વેનો ઈતિહાસ બંદીજનને આભારી છે અને સર્વના પૂજનીય છે. તો મારો કહેવાનો હેતુ એટલો છે કે અમુક લોકો સમજ્યા વગર બારોટને કંઠી બાંધેને પાઠ પ્રસાદી કરાવે તે કેવું અજ્ઞાન છે કારણ કે અમુકને બારોટ્ને પણ ખબર નથી કે હું કોણ છું અને મારો ધર્મ શું છે ? બારોટ તો દેવી પુત્રો કહેવાય છે ને સર્વના પૂજનીય છે.
કવિતા વંશમાં મહાકવિ થયા તેના નામ આ પ્રમાણે છે.
સતરાવ - પીગળ - વેલંગ- વળાસ – ભીમસી – સતાનીક – સપાળ – સુત –સંજય - સમંડનમીશ્ર -ભવભુતી – બેતાલ - ચંદ- ગંગ- રામયસ - કેસવ - ભુખન – વાગ્યભટ – બાણભટ – આર્યભટ – બીલ્વણ – અર્જુન - ગમુરામ - આ કોઈની પાછળ ગુરૂનું નામ નથી અને આપણે જો લગાડીએ તો આવા મહાપુરુષોને લાંછન લાગે અથવા તો આપણે એના જાતિ પ્રવર જાણ ગોત્ર ભાર દ્રારા અસ્ય લાયની સાખા યજુરવેદ ઉચાર સામ કંટારી સાખ - વંશ કીરતી વીસરાતારા - ઉપવી તહે અધી + 12 ધર્મ ચંડીક ધારા ચાવુંડ દેવી સાપ જેને – રાજ વંસીકુ રાખીયા આખઉ કહે અટક અંક્લેશ્વરીયા કનોજીયા પછી અમે કોણ છીએ એ અમને ખબર છે. અને અમારા આચાર વગર અને રહેણી- કહેણી ઉચ્ચ છે એનું કારણ એ છે કે, અમો સૂર્યવંશના બારોટ છીએ.
સામ વેદ વંસ કો કોસપ ગોત્ર સુજાણ વેદનું પ્રબળ હે:
ગોતમી સાખા આણ- ત્રી પવર ને ને રામ ગાયત્રી એસો તા પર અધિકાર છે દવા દસ વર્ણીકી માયા માતા પ્રસિધ્ધ સરસ્વતી કહે, બારોટ રમેશભાઈ વિઠૃલભાઈ અંક્લેશ્વરીયા, ઠે. ગોંડલ રોડ, જકાતનાકા પાછળ, ન્યુ ખોડિયારનગર, શેરી નં. 7, ખાંડિયા હનુમાનજીના મંદિર સામે - રાજકોટ, ફોન: પી. પી. ૨૩૭૪૮૪)
ગોત્ર એટલે જુદા જુદા વંશોમાંથી નોખી પડેલી શાખ અટક, અત્યારની અટકો જ્યારે શરૂ થઈ નોતી ત્યારે દરેક કુંટુબ પોતપોતાના ગોત્રથી ઓળખાતું હતું.
મહાભારતમા ઉલ્લેખ છે કે પ્રાચીન ગોત્રો ઋષિમુનીઓનાં નામ ઉપરથી શરૂ થયા હતા. પણ ત્યાર પછીના ગોત્રો તો ગામના નામ ઉપરથી તથા માતાજીઓના નામ ઉપરથી અમુક કોમોમાં શરૂ થયા છે. કોઈ ગોત્ર રાજા મહારાજાના નામ ઉપરથી તો કોઈ પ્રાંતના નામ ઉપરથી પણ છે.
ગોત્રની શરુઆત મહામુની વષિષ્ઠ મહારાજે કરી હોઈ તેવું માનવામાં આવે છે. ત્યારના સમયે જ વંશો ચાલી રહ્યા હતા તેમં તેઓની લગ્ન વ્યવસ્થામાં થોડા ફેરાફાર કરવાનું તેણે વિચાર્યુ અને ગોત્રની રચના કરી. ઋષિમુનીઓએ એવું નકકી કર્યુ કે એક કુટુંબના સંતાનોથી એક લોહીમાંથી થયેલ પ્રજાથી સ્વચ્છંદિ તથા અધાર્મિક પ્રજા ઉત્પન્ન થાય છે અને તે પરસ્પરની ઘાતક બને છે. માટે દેવોએ, આર્યો એ કે હિંદુઓએ સહગોત્રી લગ્ન ન કરવા, તેઓએ અનેક વિધાનો ની સલાહ લઈ ગોત્રની રચના કરી હતી.
પ્રત્યેક કુંટબનાં ગોત્રની નોંધ તથા યાદી જે તે કુંટબના કુળ ભટૃ તથા કુળગોરે રાખવી અને દરેક્ને પોતપોતાનું ગોત્ર યાદ રહે તે માટે ધાર્મિક ક્રિયાઓમાં સંધ્યા વંદનમાં તેમજ લગ્નપત્રીકામાં ગોત્રેસ્ચાર કરવો અને તિર્થધામોમાં આવતા યજમાનો પાસે ગોર મહારાજાઓએ તેને ગોત્રનું નામ ફરજીયાત લેવરાવવું તેમ નકકી કરવામાં આવ્યું. કોઈએ સહયોગી લગ્ન ન કરવા કે કરાવવા તે બાબત ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો. કોઈ વ્યકિતનું ગોત્ર ભુલાઈ ગયું હોય તો ક્શ્યપ ગોત્ર બોલવું કારણ કે ક્શ્યપ ઋષિથી ચારે વર્ણો જુદા પડ્યા છે.
(પ્રાપ્તિ સ્થાન: બારશાખ રાજપૂત જ્ઞાતિ પંચ - ખંભાત- માહિતિ પુસ્તિકા - ૨૦૦૪)
સમાજ સંમેલન અંશ
તા.૪-૭-૧૯૩૧ શનિવારના રોજ વઢવાણ કેમ્પમાં મળેલી ઝાલાવાડ બારગામની બારશાખ રજપૂત જ્ઞાતિનાં પહેલાં સંમેલન વખતના સ્વાગત સમયના ભાષણમાંથી થોડા ફકરા (સંવત - ૧૯૮૭)
પૂજય જ્ઞાતિબંધુઓ,
દરેકનો આત્મા તો આપણી વધતી જતી અધોગતિને અટકાવવાને માટે કાંઈક્ને કાંઈક કરી છુટવા માટે પોકાર કર્યા જે કરતો, પણ મનની નબળાઈ અને અજ્ઞાનના જેવા નજીવા આવરણો આપણને રોકી રાખતા પણ હવે જાગ્યા છીએ અને એ પરમકુપાળુ પરમાત્માની અમી નજર આપણાં ઉપર ઉતરી છે, ત્યારે કોણ એવો હતભાગી હશે કે, પોતાની જાત ઉપર ચડી ગયેલ કલંક ના થર ધોવાને તૈયાર નહિ થાય ?
પ્રતિજ્ઞા લ્યો કે: “અમે પણ આજથી અમારી “જ્ઞાતિમૈયા”ની સેવા કરવાને તૈયાર થશું, અને એની ઉન્નતિમાં આડે આવતા કુરિવાજ અને બુરાં વ્યસન વગેરે અસુરોને સંહારીશું.” એટલે જગત પણ એક વખત જોઈ રહે કે જેને આળસુ, વ્યસની અને અજ્ઞાની જાણતા હતા તેઓ તો આજે ઉન્નતિના માર્ગે ચડી આનંદ કરી રહ્યાછે.
હવે તો જાગવાનું જ છે, બહુ દહાડા ઉંઘ્યા. આજની દશા અસહ્ય થઈ પડી છે. માટે મહેનતે લાગો. “મહેનત વગર ફ્ળ નથી.” એ વાત ન ભૂલતા, અને એક સંપ થઈને કામે લાગ્યા પછી મગદુર કોની છે કે તમારી ઉન્નતિમાં કોઈ આડે આવી શકે. “સંપ ત્યાં સુખી” ગમે તે મતભેદ હોય પણ “જ્ઞાતિ મૈયા” ની ઉન્નતિમાંતો બધાય ભાઈઓએ સહકાર રાખી તૈયાર થવું જ જોઈએ, કારણ કે એક હાથે તાળી નથી પડતી.
અજ્ઞાની ને તો બધાય દબાવે એવો આ જગતનો નિયમ છે. માટે એ સ્થિતિ દૂર કરવા માટે જ આપણે આ પ્રયાસ આદર્યો છે. આશા છે કે તમે તમારું બીરદ સંભાળવા તૈયાર થશો અને સહકાર આપશો.
તમે કોના પુત્રો છો તેનો વિચાર કોઈ વખત શાન્તિથી કર્યો છે ? પ્રભુની સાક્ષીએ છાતી ઉપર હાથ રાખીને વિચાર કરજો અને તમને લાગે કે તમે અત્યાર સુધી તમારી “જ્ઞાતિ મૈયા” તરફ અન્યાય કર્યો છે તો તેનું પ્રાયશ્ચિત કરવા તૈયાર થજો.
તમે તો શુદ્વ સોનું છો, પણ તમારી આળસના અંગે જ તમે તેના ઉપર મેલ ચડવા દીધો છે ત્યારે તમારીથી હલકી કોમો વેળાસર ચેતીને જગત સમક્ષ પોતાને રાજપૂત કહેવરાવીને ગૌરવ લઈ રહી છે. તમે પેટના અંગે ગમે તે કામ કરો એટલે એ તમારી જાત નથી થઈ જતી, પણ એ તો ધંધાની છાપ છે.
આટલી અધોગતિ થઈ તેના કારણભૂત પણ આપણે જ છીએ, માટે હવે તે સ્થિતિ સુધરવા માટે આપણે તૈયાર થવું જોઈએ. પાપ કરનાર પશ્ચાતાપ કરીને શુદ્વ થઈ શકે છે, તેમ આપણે આપના પાપનો પશ્ચાતાપ કરીશુ તો જગત સમક્ષ મૂળ સ્વરૂપે ઉભા રહી શકીશું.
આપણે શુદ્વ ક્ષત્રિય છીએ આટલા નિવેદન પછી હું થોડોક આપણો ઈતિહાસ કહેવા માગું છું. આપણા ઈતિહાસના ચોપડે ચોપડા આપણા બારોટ પાસે પડ્યા છે, પણ કોઈ વખત પૂછવા જેટલી પણ તસ્દી લીધી છે, કે અમને અમારો ઈતિહાસ, વંશાવળી અને ધર્મ સમજાવો ? નહીં જ કારણ કે આટલો વખત આપણે વધારે અજ્ઞાનતામાં રહેવાંનું સર્જાયેલ હશે. પણ હવે તો એ દયાસાગરની દયા આપણા તરફ વળી છે, અને અજ્ઞાનતાના પડળ ખુલ્યા છે, એટલે આપણે ઘણું કરી શકીશું.
બારોટએ તો આપણો માર્ગદર્શન દિવડો છે. આપણા વડવાઓએ અને આપણે અત્યાર સુધી તેમને આપ્યા કર્યુ છે તે મૂર્ખતાથી નથી આપ્યું. માટે હવે જ આપણે તેમનો બરાબર ઉપયોગ કરવાનો છે. બારોટ પણ પોતાનો ધર્મ નહિ ચૂકે અને તનમનથી પોતાના પોષણકર્તાની સાથે રહી પોતાનો ધર્મ બજાવશે એમ આપણે ઈચ્છીએ. આટલા વિવેચન પછી હું મૂળ વાત ઉપર આવી આપણો થોડોક ઈતિહાસ જણાવું છું.
સંવત – ૧૨૯૬ ની સાલમાં સિધ્ધપુર મુકામે માગશર સુદ ૧૦ (દશમ) ના દિને રાજ્પૂત જ્ઞાતિનો મેળો ભરાયેલ ત્યારે, પોતાના ગરાસ ઘસાઈ જવાથી, અને મોટા ગરાસદારોની સાથે મોભાસર રહેવા જતાં ઉપજ કરતાં ખર્ચ વધી જતું હોવાથી જતે દહાડે બહુજ કફોડી સ્થિતિમાં આવી જઈશું એમ સમજી મોહદશામાંથી મુકત થઈ નીચેના બારે શાખના આગેવાનોએ ભેગા થઈ ખુબજ વિચાર પછી બાર શાખની કોમ બાંધીને જુદા બારોટ સ્થાપ્યા. આપણા બાર શાખની કોમ બંધાણી તે નીચે મુજબ.
બારોટ ખેતા સુત ભીમજી વાસ અંક્લેશ્વર ચોપડામાં નીચે મુજબ નામ લખ્યા
આપણા બાર વડવાઓ
|
|
|
|
|
|
|
|
|
|
|
|
તે દિવસથી ગરાસ છોડી રાજપૂત થયા. તેમાં ય ઘણાં ખેડ કરવા લાગ્યા, અને ઘણાં ય પેટ ગુજારો કરવા માટે ફાવે તે ધંધો કરવા લાગ્યા. ઘણાં રસોઈ કરવાનું કામ કરવા લાગ્યા, જતે દહાડે એ ધંધાની છાપ વધારે ઘાટી થતી ગઈ. અને ધંધાને નામે લોકો બોલાવા લાગ્યા તો પણ આપણે ઉચું માથું ન કર્યુ. અને કોઈ પુછે કે તમે કેવા છો ? ત્યારે પણ આપણે ધંધો ન કરતા હોઈએ તો પણ તે જ જાત જણાવીને આપણે ચલાવ્યે જ રાખ્યું છે.
પણ આ કર્મ યુગે આપણા અંધકારમાં પણ પ્રકાશ નાખ્યો છે અને આપણને સમજાવ્યા છે. માટે હવે આપણે આપણું બીરદ સંભાળી લેવું જોઈએ.
આપણી આબરૂને ધક્કો પહોંચાડનાર અને આપણને નબળી સ્થિતિના કરી નાખનાર આપણો પહેલો શત્રુ “દારૂ“ છે. ભલે ખાવા ખીચડી ન હોય, પણ દારૂ તો જોઈએ. તેના અંગે એક તો પૈસો અને આબરૂ ગુમાવીએ છીએ અને જગત સમક્ષ હલકા પડીએ છીએ તે નફામાં. માટે એ દુશ્મનને તો હવે ડાટવો જ જોઈએ. આટલી સમજણ આપણામાં આવવી જ જોઈએ. એ બધાય ફંદ તો અજ્ઞાનતાના છે, પણ હવે આપણે અજ્ઞાનતા ટાળવા તૈયાર થયા છીએ, એટલે એ દુશ્મનનું જોર નબળું પાડવા માટે આપણે “પ્રતિજ્ઞા” લેવી જ જોઈએ.
કેળવણી વિના ઉધ્ધાર નથી
અજ્ઞાનતાના એ આપણો બીજો દુશ્મન છે, અને એના અંગે આપણે કેળવણીની કિંમત આંકી શકતા નથી. જ્યાં હજી દીકરો દશ વર્ષનો થયો ન થયો ત્યાં મીલ જીનમાં વળગાડયો જ હોય, કે જેણે હજી પોતાના બાળપણનો લહાવો પણ પુરો લીધો ન હોય – આ રીતે આપણે આપણી અજ્ઞાનતા વધારતા જ જઈએ છીએ, અને આપણી પ્રજાના વાલી થવા કરતાં દુશ્મન જ વધારે બનીએ છીએ. માટે એ સ્થિતિ મીટાવવાનો એક અને એક ઉપાય છે કે હવે આપણે આપણી જાગૃતિ કરવા પાછળ મંડાવું. જ્યારે જ્ઞાતિમાં ચેતન આવ્યું અને મહિને મહિને ઘેર બેઠા પત્રિકાઓ પહોંચવા લાગી, જ્ઞાતિના સંમેલનો, અને સભાઓ ભરાવા લાગી, ત્યારે તેના માટે પણ ખુબ જ ચર્ચા થશે. એક “કેળવણી–ફંડ” પણ ખોલવાની મેં યોજના કરી છે. પણ એ બધી યોજના તો આપ મુરબ્બીઓ બીજી વખત ભેગા થાવ ત્યારે જ આપના ચરણે ધરવાના કોડ છે. આ ચોપડી આપના હાથમાં પહોંચે એટલે આપના જવાબ આપ આપશો જ એવી આશા છે.
પ્રભુ જ આપણો સાથી છે, અને એ પરમકૃપાળુ જ આપણી મુરાદ બર લાવો એવી આશાથી વિરમીશ. ઠે. સૌરાષ્ટ્ર કાર્યાલય, રાણપુર ( કાઠિયાવાડ) B. S. Ry.
સ્વાધીન મુદ્વણાલય રાણપુરમાં રામુ પરમાનંદ ઠકકરે છાપ્યું અને મકનજી માનસીંગ પરમારે ત્યાંથી જ પ્રસિધ્ધ કર્યું.
મકનજી માનસીંગ પરમાર
જનરલ સેક્રેટરી
સંવત - ૨૦૦૮ ના માગશર સુદ- ૧૩ મંગળવાર તા.૧૧-૧૨-૫૧ ના રોજ પડધરી મુકામે ગોહેલ ગગુભાઈ જીવાભાઈના પ્રમુખપણા નીચે પ્રથમ સંમેલન શ્રી સિદ્વપુરીયા બારશાખ રાજપૂત જ્ઞાતિના ધારા ધોરણ
સંવત - ૨૦૦૮ ના માગશર સુદ- ૧૩ મંગળવાર તા.૧૧-૧૨-૫૧ ના રોજ પડધરી મુકામે ગોહેલ ગગુભાઈ જીવાભાઈના પ્રમુખપણા નીચે પ્રથમ સંમેલન વખતે કચ્છ કાઠીયાવાડ્નાં શ્રી સિધ્ધ્પુરીયા બારશાખ રાજપૂત જ્ઞાતિ સંમેલનમાં દરેક ગામના પ્રતિનિધિભાઈઓ તથા પ્રેક્ષક તરીકે આવેલ ભાઈઓએ ભેગા મળીને આપણી જ્ઞાતિના જે નોખા નોખા જીલ્લાઓ અને ધારા એક કરેલ અને સગપણ તથા લગ્ન વખતે લેવાના દરેક લાગાઓ તે બધા એક જ રીતે લેવા અને તેના નવા ધારા ધોરણ કરવાને વિશે ચર્ચા કરીને સર્વાનુંમતે ઠરાવ પસાર કરેલ છે.
આપણા વડવાઓએ ગુજરાતમાં સિધ્ધપુર મુકામે સંવત-૧૨૯૬ ના માગશર સુદ ૧૦ ના દિવસે ભેગા થયેલા ત્યારે તેઓએ વિચાર કરી અને બારશાખ રાજપૂત જ્ઞાતિ બંધાણી અને રાજપૂત છત્રીસ જાતના છે, પરતું તેમાંથી આપણી બાર શાખ થઈ, અને તે વખતે સિદ્વપુર પાટણમાં સિદ્વરાજ જયસિંહ રાજ કરતા હતા, અને તે વખતે તેઓએ બારોટ ખેતા સુત ભીમજી જેઓ અંક્લેશ્વરના રહીશ છે, તે આપણાં બારોટ તરીકે નીમેલ અને બંધારણ બાંધેલ, કે આપણે આ બાર શાખ સિવાય કોઈ બીજી કન્યા લેવી કે દેવી નહિ. અને જો કોઈ લાવે અથવા દીયે તો બારોટના ચોપડે નામ લખે નહિ અને જો તે લખે તો તેને ચાર હત્યા છે.
આપણે ગરાસીયા રાજપૂત ઘણાંને તે વખતે ગામ ગરાસ હતા, પરતું મોટા રાજાઓના માભાસર રહેવા જાતા તેમજ ઉપજ કરતાં ખર્ચ વધી જવાથી, લાંબા ટાઈમે ઘસાઈ જવાથી વિચાર કરીને બાર શાખ બંધાણી. અને તે વખતે બારોટના ચોપડે દરેક બંધારણ લખી અને નોખા પાડેલ. તે દાખલો આપણા બારોટના ચોપડે મોજુદ છે. અને જ્યારે મેળો ભરીયેલ અને તે વખતે બંધારણ તે સંવત ૧૨૯૬ ના માગશર સુદ ૧૦ (દશમ) ના દિવસે જે આપણાં વડવાઓ ભેગા થયેલ. તેમાનાં બાર શાખના આગેવાનો ભેગા થઈ, પ્રથમ આપણી બારશાખ રાજપૂત કોમ બંધાણી અને તે ચોપડે લખી, અને તે બાર શાખના વડવાંઓના આગેવાન હતા. તેના નામ નીચે મુજબ છે.
તા. ૪-૭-૧૯૩૧ અગાઉ નોંધમાં જણાવેલ છે.
તા. ૪-૭-૧૯૩૧ ( બારશાખ વડવાઓ) આપણાં વડવાઓ ભેગા થઈને તે દિવસથી ગરાસ છોડીને રાજપૂત થયા અને તેમાં ઘણાં ખેડ કરવા લાગ્યા અને ઘણાંય પેટ ગુજારો કરવા માટે જેને જે ધંધો ઠીક લાગ્યો તે કરવા લાગ્યા. જતે દહાડે તે પ્રમાણે ધંધાની છાપ પડતી ગઈ, અને લોકો પણ તે ધંધાના નામે બોલાવવા લાગ્યા. છતાં પણ આપણે હાંકે રાખેલ, અને જતે દહાડે આપણે જ કફોડી સ્થિતિમાં ઉતરતા ગયા. આપણે શુદ્વ સોનું છીએ અને તેના ઉપર ધુંસ ચડવા દીધો. તે હવે અજ્ઞાનરૂપી અંધારામાંથી તેનો અસલ પ્રકાશ આજે બહાર પડેલ, અને આપણા વડવાઓ સિદ્વપુરથી ઉતરેલ અને તેથી આપણે સિદ્વપુરીયા રાજપૂત તરીકે ઓળખાવવું. તેમજ આપણી જે શાખ છે તે દરેક ભાઈઓએ પોતાના વંશનો આંબો બારોટ પાસેથી ઉતરાવીને રાખવો. જેથી લાંબા ટાઈમે યાદી રહે.
ઉપર પ્રમાણે આજે ભેગા થઈને જે બંધારણ બંધાયેલ છે અને તે વખતે બારોટ ચકુજી મેરૂજી તથા મોહનજી કુંવરજી મેરૂજીના ચોપડે આ પ્રમાણે સંમેલનની યાદી લખેલ છે. હવે નવેસરથી બંધારણ ધારા ધોરણ બંધાયેલ છે, તે દરેક ભાઈઓને મંજુર છે, અને તે બદલ તે વખતે બધા ભાઈઓની સહી લેવામાં આવી હતી.
ગરાસિયા
રાજપૂતોમાં જયેષ્ઠત્વ (પ્રાઈમેન્જેનિયર) નો નિયમ હતો. રાજાનો પાટવી કુંવર રાજા બને બાકીના પુત્રોને અમુક ગામનો ગરાસ આપી મોકલી આપવામાં આવે. જેને ગરાસ મળ્યો તે ધીમે ધીમે ગિરાસદાર અથવા ગરાસિયા તરીકે ઓળખાયા. તેવી રીતે તાલુકદાર થયા. આ ગરાસિયા અને તાલુકદારી તરીકે ઓળખાય. તેવી જ રીતે તાલુકદાર થયા. આ ગરાસિયા અને તાલુકદારી રાજપૂતો જ હતા. પરતું મુળ રાજવી નહોતા. તેથી તેમને ભાયાતો કે ગરાસિયા તરીકે ઓળખવામાં આવતા.
બારશાખ રાજપુત કુળ પરિચય
બારશાખ રાજપૂત - ઉત્પત્તિ:-
સંવત ૧૨૯૬ ની માગશર સુદ ૧૦ ને દિવસે (૭૬૬ વર્ષ પહેલા) સિધ્ધપુર મુકામે રાજ્પૂત જ્ઞાતિનો સમૂહમેળો ભરાયેલ, તે વખતે દરેક રાજપૂતો અર્થાત છત્રીસ પ્રકારના (શાખ) રાજપૂતો ભેગા થયાં હતા, તેમાંથી બાર પ્રકારના (શાખ) રાજપૂત પોતપોતાના મોભા અને જમીન - જાગીરને આધારે નોખા થયેલા અને એક સંગઠન બનાવેલ ત્યારથી બધો વહેવાર, દિકરા- દિકરીઓના વેવિશાળ કરવા વિગેરે બાબતોનો રેકર્ડ રાખવા તે વખતના અંકલેશ્વરના બારોટ ખેતાભાઈ સુત ભીમજીને બારોટ (અંકલેશ્વરીયાને) તરીકે સ્થાપેલ, અને બારશાખાના વંશાવલીના ચોપડાની આપ- લે કરેલ હતી, ત્યાર પછી બારોટના દિકરીને જામનગર પરણાવેલ. જેથી તેમને કાનમેરમાં રહેતા યજમાનના ઘર તેઓને આપેલ તથા ચોપડા પણ આપેલ હતાં. આમ બારશાખ રાજપૂત કૂળ અસ્તિત્વમાં આવેલ. તે બારશાખનાં આપણા વડવાઓના આગેવાન હતા તેના નામ નીચે મુજબ છે.
આપણા બાર વડવાઓ
|
|
|
|
|
|
|
|
|
|
|
|
(સ્થાપિત સ્થાન: ગીતાપ્રેસ, ગોરખપુર દ્રારા પ્રસિધ્ધ થયેલ પુરાણો - શિવપુરાણ, દેવી ભાગવત અન્ય પ્રજા પિતાઓથી થયેલી ઉત્પત્તિ નોંધોને આધારે)
(1) ચાવડા શાખ
પૃથ્વીને રક્ષણની જરૂર પડી ત્યારે ઋષિઓએ શંકર ભગવાનને પ્રાર્થના કરી ભગવાન શંકરે પોતાના ધનુષ્ય એટલે ચાંપમાંથી ક્ષત્રિયો પેદા કર્યા, જેઓ ચાંપવંશી કે ચાવડા કહેવાયા. જેમની રાજધાની પંચાસર હતી. ચાવડા વંશનો રાજાનો સમયકાળ ૭૪૬ થી ૯૪૨ ( ૮મી થી ૧૦મી સદી) વનરાજ ચાવડાએ અણહિલપુર (પાટણ) વસાવ્યુ હતું ચાવડા વંશના રાજાઓ: (૧) વનરાજ ચાવડા (૨) યોગરાજ (૩) ક્ષેમરાજ (૪) ભુવડ (૫) વૈરસિંહ (૬) રત્ના દિત્ય (૭) સામંતસિંહ.
ક્ષત્રિય જ્ઞાતિઓમાં સર્વ પ્રથમ આવેલ રાજપૂત ગુજરાતમાં આવીને રાજયો જમાવીને વસેલા. રાજપૂત કુળો રાજસ્થાન અથવા સિંધમાંથી આવ્યા હતાં. સર્વ પ્રથમ (સન- ૮૦૦) ચાવડા વંશે આવીને અણહિલપુર પાટણમાં રાજ્ય જમાવ્યું ત્યાંથી તેઓ ક્ચ્છ અને સૌરાષ્ટ્ર સુધી ફેલાયા. ગુજરાતમાં માણસા, વરસોડા, મહીકાંઠો રેવા કાંઠો, ભિલોડા, રામપુરી સંસ્થાનો - રાજયો તથા વસવાટ હતાં.
(2) ચુડાસમા શાખ
રાજા દેવેન્દ્ર મિશ્રની ગાદી ભોગવતા હતાં ( વિ.સં. ૬૨૮ થી ૬૮૩) ત્યારે નવાબ નબી મહંમદે હુમલો કર્યો હતો. આ હુમલામાં તે તથા તેમના પુત્રો અસપત, નરપત, ગજપત અને ભૂપત પકડાઈ ગયા. નબી મહંમદે તેમને ઈસ્લામ ધર્મ સ્વીકારવાની ફરજ પાડી. આથી ચારે કુંવરો ભાગીને હિંગળાજ માતાજીના શરણમાં જાય છે ત્યારે માતાજી કુંવર ગજપતને પોતાના હાથના ચુડામાં સંતાડયા હતાં આથી તેમના વંશજો ચુડાસમા કહેવાયા.
આ ચુડાસમા વંશમાં રાજ, રાણા થયા. કૃષ્ણ પુત્ર સાંબના વંશજો સિંધમાં લાંબો સમય રાજ કર્યુ. ચંદ્રચુડના વંશોજો ચુડાસમા / યાદવો કહેવાયા. ખૂબ જૂનો વંશ છે. લાંબો સમય રાજ કર્યુ. ચંદ્રચુડના વંશોજો ક્ષત્રિય જ્ઞાતિઓમાં સર્વપ્રથમ આવેલ રાજપૂત, ગુજરાતમાં આવીને રાજયો જમાવીને વસેલા. રાજપૂત કુળો સને ૮૭૫ માં આવીને ચુડાસમા પ્રથમ વંથલીમાં વસ્યા અને પછી બીજે ફેલાયા.
ચૌહાણ, સોલંકી, પરમાર શાખ
વિષ્ણુરૂપી પરશુરામે પૃથ્વી પરના ક્ષત્રિયોનો સંહાર કરી નક્ષત્રી બનાવી, બ્રહ્માને તે વખતે ડર લાગ્યો કે ક્ષત્રિયો વિના પુથ્વીનું રક્ષણ કોણ કરશે. આથી દેવોએ સાથે મળીને આબુ પર્વત પર યજ્ઞકુંડ રચી રાજસૂય યજ્ઞ આંરભ્યો. અગ્નિના અનલકુંડમાંથી વેદોકત શકિતથી મંત્રોચ્ચાર દ્રારા ક્ષત્રિયોને લાલચોળ અગ્નિની જવાળાઓમાંથી ઉત્પન્ન કર્યા.
(3) ચૌહાણ શાખ
આબુ પર્વત ઉપર કનોજના બ્રાહ્મણો દ્રારા બ્રહ્મયજ્ઞ થયો. તેમાં વેદમંત્રોના પ્રભાવથી યજ્ઞકુંડમાંથી ચાર હાથવાળો, અસ્ત્રશસ્ત્રથી સજ્જ ત્રીજો યોદ્વો ઉત્પન્ન થયો. તેને ચાર હાથ હોવાથી ચૌહાણ કહેવાયા. ભગવાન વિષ્ણુના આશિર્વાદથી મેનકાવતી ગઢ મંડલાનો અધિકાર સોંપ્યો. ભગવાન વિષ્ણુથી ચૌહાણ વંશ સ્થાપિત થયો. સ્વરાજ પહેલા અજમેર, રણથંભોર નાડોલ, જાલોર, ચંદવાડ, ભરૂચ, ધોલપુરા, ડલાક, બુંદી, કોટા, ગાગરોણ રાજ્યો હતાં.
(4) પરમાર શાખ
આબુ પર્વત પરના મહાયજ્ઞમાં દેવોના રાજા ઈન્દ્રે પ્રથમ આહૂતિ આપી, યજ્ઞકુંડમાંથી વીરપુરૂષ બહાર નિકળ્યો તેનું નામ પ્રમાર- પરમાર - પવાર રાખવામાં આવ્યુ. દેવતાઓએ તેને આબુ, ધાર તથા ઉજજયીની પ્રદેશનો અધિકાર આપ્યો. ઈન્દ્રે પરમારોને ઉત્પન્ન કર્યા. જે અગ્નિવંશી / રાષ્ટ્ર્કુટ કહેવાયા. પરમારમાં ચાવડા, રાઠોડ, બારડ સમાવેશ થાય છે. પરમાર કુળ છેક ૧૪૭૫ માં આવ્યું. થાન અને ચોટીલામા રહ્યા બાદ મુળીમાં તેમનું રાજય ટકી રહ્યુ. રાણપુરમાં પણ રાજય તથા વસ્યા હતા.
(5) સોલંકી શાખ
આબુ પર્વત પરના મહાયજ્ઞમાં સૃષ્ટિકર્તા બ્રહ્માજીએ સૂર્ય ભગવાનની સામે ઊભા રહીને હથેળીના ચાપુઓમાં જળ લઈ સૂર્ય ભગવાનને અંજલી આપી. અગ્નિકુંડની જવાળાઓમાંથી એક હાથમાં ખડગ અને બીજા હાથમાં વેદ રાખી ઉત્પન્ન થયેલ બીજા વીરપુરુષ ચાલુક્ય કહેવાયા. દેવના વંશજ સોળકંદેવના નામ પરથી સોલંકી કહેવાયા. પુખરાજ સોલંકી તેમજ દક્ષિણના ચાલુક્ય રાજા અને રાજયો સમૃદ્વિની ટોચ પર હતા. ગુર્જરપતિ સિદ્વરાજ જયસિંહ સોલંકી આ કૂળમાં થઈ ગયા.
(6) મકવાણા શાખ
માર્કન્ડઋષિએ હિંગોરાસૂર દૈત્યના ત્રાસથી મુનીઓ અને પ્રજાને બચાવવા માટે ક્ષત્રિય ઉત્પન્ન કરવા રાજસૂય યજ્ઞ કર્યા હતા. આ યજ્ઞમાં માર્કન્ડઋષિના મુખની મંત્રભરી વાણીથી આયુધ્ધારી દૈવી પુરૂષ (કુંડમાલ) ઉત્પન્ન થયો. તેથી તેમની મખવાણ (અટક) આપવામાં આવી. યજ્ઞને સંસ્કૃતમાં “મખ” કહે છે. આથી મખવાણ શાખામાંથી મકવાણ કે મકવાણા કહેવાયા. મકવાણાથી અસુરો પ્રભાવિત થતા તેમની છત્રછાયામાં આવી રહ્યા. મકરાણ પ્રદેશના મકવાણા કહેવાયા. મકવાણા વંશ ગુજરાતના પાટણ આવી વસનાર હરમાલદેવ અને શકિતમાતાથી ઝાલા શાખા પડી.માલેસલામ મકવાણા પણ છે.
(7) ડોડિયા શાખ
ડોડિયા વંશને ડોડ, ડોડેયા અથવા ડોડિયા વંશ તરીકે ઓળખવામાં આવે છે. આ વંશની ઉત્પત્તિ વિશે એક પ્રચલિત દંતકથા છે કે જયારે વશિષ્ઠ ઋષિએ અગ્નિકુંડથી ચૌહાણ, પરમાર, સોલંકી પઢિયાર એમ ચાર ક્ષત્રિય વંશોની ઉત્પતિ કરી, તે જ સમયે અને તે સ્થળે કેળના ઝાડમાંથી એક કેળાના ડોડા (ફૂલ) માંથી એક પુરુષ પ્રગટ થયો. જે ડોડ અને ડોડિયા કહેવાયા. તેના વંશજો “ડોડિયા” ક્ષત્રિય તરીકે ઓળખાવવા લાગ્યા. અગ્નિવંશની ઉત્પત્તિની જેમ આ પણ કાલ્પનિક વાત છે. ખરેખર ડોડવંશ (ડોડિયા) એ પરમાર વંશની એક શાખા છે. તેનું પ્રથમ સ્થાન ડોડ ( વડોદરા - ગુજરાત) ની પાસે હતું. જયાંથી સંગઠિત બની તેઓએ વડોદરા ઉપરા અધિકાર જમાવ્યો હતો. ડોડિયા વંશજોની રાજધાની વડોદરા હતી. તેમ પુરવાર થયેલ છે. જયારે અન્ય પ્રાપ્ત માહીતી મુજબ..... જૂનાગઢ પાસે વંથળીમાં સ્થાપિત થયા હતા. ત્યાંથી પાટડી ઝાલા ઠાકોરને આશરે આવેલ. વિરમગામ સાથે યુધ્ધ કરી પાટડીને મદદ કરેલ. આથી પાટડી ઠાકોર સાહેબે ચુંવાળા ગામો ડોડિયાને આપેલ પરતું જેમ શરાબનો મદ વધ્યો. તેમ અનાચાર અને ત્રાસ વધતા સોલંકીઓએ તેમનું પતન કર્યુ ત્યાંથી ગુજરાતમાં ફેલાયા.
(8) રાઠોડ શાખ :
રાઠોડ વંશની ઉત્પત્તિ વિશેના વિદ્રાનોમાં અનેક મતભેદ છે.
1. કેટલાંક બારોટના મત એમ મનાય છે કે હિરણ્ય ક્શ્યપની રાણી દિતિથી ઉત્પન્ન થયેલા. તેમનું કહેવું એમ છે કે રાજા મુયકુન્દ રાઠોડ હતા.
2. કેટલાંક વિદ્રાનો તેને ઈંદ્રની રહટ (રીઢ - કરોડરજ્જુ) થી ઉત્પન્ન થયેલા માને છે.
3. કેટલાંક વિદ્રાનો તેને દ્રવિડોથી ઉત્પન્ન થયેલ માને છે.
4. જ્યારે રાઠોડ મહાકાવ્યમાં તેને શિવના ચંદ્રમાંથી ઉત્પન્ન થયેલા દશાર્વે છે. તાત્પર્ય એ છે કે આ વંશ રઘુવંશી ભગવાન શ્રીરામના બીજા પુત્ર કુશના વંશજો છે. આ વંશનું પ્રાચિન નામ રાષ્ટ્કૂટ છે. રાષ્ટ્કૂટથી અપવંશ થઈ રાઠોડ, રાઉટડ. રાઢૌઢ કે રાઠોડ પ્રસિદ્વ થયુ હશે. રાઠોડ અતિ પરાક્રમી અને બળવાન ગણાય છે. ગુજરાતમાં તેઓ વાઢેર તરીકે પ્રખ્યાત બનેલા છે. અમરસિંહ રાઠોડ તેમની ક્ટાર માટે પ્રસિધ્ધ છે. રાઠોડ રણબંકા તરીકે પંકાયેલા છે. મહારાણા પ્રતાપ, મીરાંબાઈ આ કુંળમાં થઈ ગયા. રાઠોડ કનોજના પતન પછી ગુજરાતમાં આવ્યા. આ સ્થાન થી રાઠોડ દ્રારકા ઓખા મંડળમાં આવ્યા. અહીં ચાવડા, દેરોલ, વાઘેલા પાસેથી સત્તા મેળવી. રાઠોડમાંથી વાઢેર કહેવાયા.
(9) જેઠવા શાખ :
લોકવાયકા પ્રમાણે હનુમાનજીના વંશજ મકરધ્વજને શ્રીરામે પોરબંદર પાસેના શ્રીનગરમાં રાજય સોપેંલ હતું. અન્ય ઈતિહાસ પ્રમાણે ગ્રીક સરદાર એલેઝાંડર સિંકદર સાથે આવેલા ગ્રીકો કાશ્મીર –પંજાબથી પોરબંદર આવેલ. પંજાબમાં ગામ પ્રમાણે અટકો છે. હનુમાનજીની ૯૫ મી પેઢીએ જેઠીજી થયા. તેમને જેઠવા કહેવાયા. રાણપુર, મોરબી, શ્રીનગર, ઢાંક ,છાયા, પોરબંદર મુખ્ય વસાહતો રહી. ભીમકોટ, ગોપનગરી, હરસિધ્ધ મંદિરનો વિકાસ કર્યો. સૌરાષ્ટ્રમાં સામાજ વિજ્ઞાનનો પાયો વિસ્તારનાર ડૉ. પ્રભાતસિંહજી જેઠવા પોરબંદર રાજપરાના સાથે સંબંધ ધરાવતાં હતા.
(10) ગોહીલ શાખ :
સમુદ્રગુપ્તના પતન પછી ગુપ્તમાંથી ગોહીલ થયા છે. આગ્રાના ગોહીલો અને ખેડના ગોહીલો આગ્રા, ભરતપુર, ટોંક, અજમેર તેમના સંસ્થાનો હતા. આગ્રાના વંશજ શાલીવાહનથી ખેડના ગોહીલોની શાખા જુદી થઈ છે. શાલીવાહનથી અલવર, સીકકરની આસપાસ રાજ કરતા હતા. સેજકજી માંગરોળમાં આવ્યા. ત્યાંથી લાઠી, પાલીતાણા, ભાવનગર, વલ્લભીપુર, રાજપીપળામાં સ્થાયી થયા. જુનાગઢ, માંગરોળ, ચોરવાડ સાથે સંકળાયેલ તેમજ અમરેલીના સરવૈયા સાથે હતા. કાઠીને કારણે અમરેલીમાંથી સરવૈયા નબળા પડયા. ગાયકવાડે તેમને મદદ કરી. ગોહીલો અગિયારમી સદીમાં રાજપૂતાનાથી આવીને વસ્યા અને ભાવનગરમાં સ્થિર થયાનું પણ કહેવાય છે.
(11) જાદવ શાખ :
મથુરાની આસપાસ વસતા યાદવ હતાં. ક્રષ્ણ કુળના સાગર, યાદવ, જાદવ, સોમપાલ, સોમગરીયા યાદવ,ચુડાસમા, સરવૈયા, જાડેજા રાયજાદા, હાલા હોથી, જાડેજા વગેરે શાખાઓ છે. ચંદ્રવંશી ક્ષત્રિય રાજવી યયાતીના પુત્ર યદુના વંશજો યાદવો કહેવાયા. ય નો જ બોલતા જાદવો થયા. વિરાટ ભારતમાં ફેલાયેલ યાદવોનો વિસ્તાર - વસ્તી મોટી છે અને તેમાં ઘણાં વિભાગો છે. ભાટી પણ યાદવનો ભાગ છે.
(12) બારડ શાખ :
બારડ પરમાર વંશીય છે એટલે તેમાં તેમની વિગતનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર્ના મોટા ભાગના પરમાર વંશીય રાજપૂતો મૂળીના માંડવરાયને માને છે. પરમારની ૧૦૮ શાખાથી વધુ શાખાઓ છે. ચાવડા, રાઠોડ, ડોડીયા, બારડ પરમારમાંથી જુદા પડેલ છે. બારડ વંશનો રાજ્ય ધ્વજ રવપાલજી - વીર વિક્રમની ચાલીસમી પેઢીએ સિંધમાં નગરઠઠ્ઠા, બામણવા, બેલામાં હતો. ખેરાલું, શિરોહી, કોટડા, ગઢવાલ, દેરોલ, હાથીદર સંસ્થાનો બારડના હતા. સિંધમાં ૧૦૯૬ માં દુષ્કાળ હતો ત્યારે ગુજરાતમા બારડ પ્રવેશ્યા. બારડ દામાજી, બારડ જશરાજ્જી, ચૌહાણ ગાંગાજી અને ચાવડા નંદાજીની આગેવાની નીચે નગરમાં આવ્યા. સિધ્ધરાજ સોલંકીના રાજમાં રહી ગુજરાતમાં વસ્યા.
નોંધ:- આ પરિવાર પરિચય પુસ્તિકામાં બારશાખ રાજપૂત જ્ઞાતિની શાખા / કુળ / ગૌત્ર / વંશ વિગેરે માહિતી અગાઉ જાહેર પ્રસિધ્ધ થયેલ જ્ઞાતિ, સમાજના લેખો, બારશાખ રાજપૂત સમાજના – લીલીયા મોટા, જી. અમરેલી મુકામે રહેતાં શ્રી ઉદયસિંહ ટી. ચાવડા દ્રારા પ્રસિધ્ધ રાજરત્ન પુસ્તક તથા તેમની તરફથી મળેલ નોંધો તથા શ્રી રાજપુત સમાજ સેકટર- ૨૬, ગાંધીનગર દ્રારા પ્રસિધ્ધ થયેલ “ સમાજ સેતું” પુસ્તક વર્ષ- ૨૦૦૭ માંથી ગ્રહણ કરી છપાવેલ છે જેની નોંધ લેવી.