Suggested By: Pratap Chavda Date: 21st September, 2017.
રાજસ્થાન ખેરગઢમાંથી સેજકજી ગોહિલ પોતાના પરિવાર અને પોતાના છ ભાઇઓ સાથે સૌરાષ્ટ્રમાં પ્રયાણ કરે છે. ભગવાન મુરલીધરના આદેશથી પંચાળમાં બોટાદથી સાત કોસ દુર પ્રથમ મુકામ કરે છે, ત્યાં ભગવાન મુરલીધરની સ્થાપના કરે છે.
વરસોડા મૂકામે ગાદી સ્થાપી હતી. "આવિયો વરસોડાના વિષે મહિપાળ, મહેસાણા તજી દસપાચસે ને પાચટાની સાલ મધૅ ગાગજી (ચાપોત્કટ પૃ.૧૫૮ ) આમ ચાવડા શાસકોનો સચોટ ઈતિહાસ આ મુજબ રહયો છે.
સેજકજીના નાના ભાઈયો (1) હનુજી (બગડ) (2) માનસંગજી (ટાટમ) (3) દુદાજી (તુરખા) (4) દેપાળદે (પાળીયાદ) (5) સોનકજી (બોટાદ) (6) વિકોજી (અળાવ) સેજકજી ગોહિલના પાચ સંતાનો હતા. એક રાણીથી સાહજી સારંગજી અને કુંવરીબા વાલમકુવંરબા હતા અને બીજા રાણીથી રાણજી અને વિસાજી બે કુંવરો હતા. રાણજી અને વિસાજી (સેદરડા મોણપુર ચોવીસીના વડવા) રાઠોડના ભાણેજ હતા. સેજકજીએ પોતાના પુત્રી વાલમકુવરંબા જુનાગઢના રાજવી રા' મહિપાળસિંહજીના પુત્ર ખેંગારજી સાથે પરણાવ્યા તેથી સારંગજી અને સાહજી રા' ના દરબારમા સેવામા રોકાણા. રા'મહિપાળસિંહજીએ સારંગજીને લાઠી (અર્થીલા) ગામો તથા સાહજીને માડંવી પાલીતાણાની સોવિસી આપી તથા સેજકજીના મોટા પુત્ર રાણપુર વસાવ્યું અને સેજકજીના સૌથી નાના કુંવર વિસાજી (સેદરડા મોણપુર સોવિસીના વડવા) ધંધુકાના રાજવી ધાંધલજી ભાટીની કુંવરીબા સાથે પરણ્યા અને ધાંધલજી ભાટીએ ખસ પરગણામાં બાર ગામની જાગીર આપી અને ત્યા સ્થાઇ થયા.
આ વિસાજી ગોહિલની ગૌરવ ગાથા આપની સમક્ષ પહેલી વાર આવી રહી છે. વિસાજી ગોહિલના પ્રથમ લગ્ન કોટા ગામના વાઘેલા દરબારના કુંવરીબા સાથે થયા હતા અને બીજા લગ્ન ધંધુકાના રાજવી ધાંધલજી ભાટી દરબારના કુંવરીબા સાથે થયા હતા ઇ.સ. 1260 થી 1266 મા તળાજાની ગાદી પર એભલવાળા ત્રીજા તળાજાની ગાદી પર હતા ત્યારે ત્યા એક ઘટના બને છે એભવવાળાએ ઘણી કાયસ્થ કન્યાઓને પરણાવી હતી. આ જાણ થતા વાલમ બ્રામણો દાપુ લેવા માટે આડા ફર્યા. એભલજીવાળાએ સમજાવ્યા પણ સમજયા નહિ. આથી ત્યાંના ભીલ સરદારો બ્રામણો પર તુટી પડયા અને કેટલાક બચીને ધંધુકા તરફ ભાગ્યા અને ધાંધલજીનો આશરો લીધો આથી ધાંધલજીએ પોતાના જમાઇ વિસાજીને આદેશ કર્યો તળાજા ઉપર ચડાઇ કરો. આથી વિસાજી ગોહિલે તળાજા પર હજારો સૈનિકો સાથે તળાજા ત્રાટકયા તળાજી નદીના તટ પર ઘમસાણ યુધ્ધ થયું અને તળાજા પર કબજો લીધો. એભલજી વાળા ત્રીજા વળા જતા રહયા. બરવાળામા ઘેલાશા વાણીયો બધાને હેરાન કરતો. એક દિવસ ચારણ (ગઢવી) તેને કહે છે. ખસનો તુને ખટકો નઇ ખોળશ ખેતર ડાગલઢોશી મેલા મારછદેડકા માંધાઉત (હે માધાશાના દિકરા તને ખસના ગરાસિયા નથી ખટકતા? તેને કેમ રંજાડતો નથી? તે ધણા રજવાડાને હરાવ્યા પણ એકવાર ખસ ગામના વિસાજી ગોહિલ સાથે બાથ ભીડતો તારુ પાણી મપાઇ જાય કે ખસ ગામના ખસિયા, ગોહિલ ગરાસિયા કેવા જોરાવર છે. ઇ.સ. 1350 પછી ગુજરાતની પરિસ્થિતિ ડામાડોળ થતી ગઇ. અલાઉદીન ખીલજી ગુજરાત પર ચડી આવ્યો અનેક હિન્દુને વટલાવ્યા સિધ્ધપુરના મવેડી બ્રામણો વોરા બન્યા 13 મી સદીમાં પાટણ અને સિધ્ધપુર મુસ્લિમ રાજ્ય થયા બાદશાહે કણૉવતી નામના નગરને વિકસાવીને અમદાવાદ નામ આપ્યુ અફજલખાનની ફોજ ચારે બાજુ ફરવા લાગી. હિન્દુ પર જુલમ કરવા લાગ્યા ત્યારે રાણપુર ધોળકાના પરમાર, લાલ માંડવાના ઝાલા, મહી કાંઠાના પઢિયાર ભોળાદના રાઠોડો, સિસલીના વાઘેલાઓ કાલવિયાના સોલંકીઓ, ડાંગરવાના ડાભીઓ, ખસના ગોહિલો, ઢાકના વાળાઓ, ધંધુકાના ભાટીઓ આ બધા રાજપૂતો ભેગા મળીને ધંધુકામાં એક ખાનગી સભા ભરાણી આખુ સૌરાષ્ટ્ર મુસલમાન થતુ અટકાવવા માટે માથુ જાય પણ આપણો ધર્મ ન જવો જોયે તેવી પ્રતિજ્ઞા લેવાણી. રાણજી ગોહિલ શહિદ થયા પછી અલાઉદિને ધંધુકા સર કરવા પ્રયાણ કર્યુ. ધંધુકામાં ભયંકર યુધ્ધ થયુ વિસાજી ગોહિલ (સેદરડા મોણપુર સોવીસીના વડવા) અને ધાંધલજી ભાટી મહેરા સામે બાદશાહ હારીને જતો રહયો. હજારો મુસલમાનોની કત્લેઆમ થઇ તે પછી અલાઉદીને સતત બાર વષૉ સુધી હુમલા ચાલુ રાખ્યા પરંતુ વિસાજી ગોહિલ જેવા પરાક્રમી યોધ્ધાથી તે ફાવયો નહિ તેરમા વર્ષે અલાઉદીને સમય સુચકતા વાપરી તેણે દિલ્હી, કનોજ અને લખનૌથી ફોજ બોલાવીને ઓચીંતો હુમલો કર્યો તેમા ધંધુકાના રાજવી ધાંધલજી અને હજારો રાજપૂતો કામ આવ્યા હજારો બહેનો દિકરીયોના સીંદુર ભુસાણા રાજપૂતો સો સો મુસલમાન ને એક એક રાજપૂત ભારે પડે એવુ પરાક્રમ બતાવી માતૃભૂમિની રક્ષા કાજે સમરાગણના ખોળે પોઢયા અને સેદરડા મોણપુર સોવિસીના વડવા વિસાજી ગોહિલ લડતા લડતા અડવાળ ગામને તખ્તે વીરગતી પામ્યા.
હું આ વિરગતીની ગાથા લખતા લખતા વિરતાના સ્મરણથી ભીની થયેલી આંખો સાથે કહું છું કે આપણા આવા અનેક ક્ષત્રિય રાજપૂતોના ઇતીહાસો ઇતીહાસના પાના પર દબાયેલા પડયા છે તો હુ આશા રાખું છું કે મારા સમાજ પાસે તેને ઉજાગર કરો જેથી આવનારી પેઢીને સ્મરણ રહે કે મારા પુર્વજો કોણ હતા.
હું એ આપણા રાજપૂત દરબાર કુળમાં જન્મયો છું. આવા આપણા રાજપૂત દરબારમાં અનેક અડાબીડ મરદૉ પાકયા છે અને આપણે તેના વારસદારો છીએ.
(જય માતાજી મારા રાજપૂત દરબાર પરીવાર.)